Author name: admin

Avatar photo

આજના દિવસે દેવીની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે:સૂર્યમંડળની અધિષ્ઠાત્રી છે દેવી સ્કંદમાતા, સંતાનપ્રાપ્તિ માટે કરવામાં આવે છે વિશેષ પૂજા

નવરાત્રિમાં શક્તિની ઉપાસનાનું વિધાન છે. આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે. ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદમાતા છે. નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધચક્ર પર રહેતું હોય છે. સ્કંદ કુમાર (કાર્તિકેય)ની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદમાતા નામ આપવામાં આવ્યું છે. આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધચક્ર પર રહેતું હોય છે. તેમના ખોળામાં સ્કંદ બાળરૂપમાં વિરાજમાન છે. સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. તે અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે. એકાગ્રભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે.

સ્કંદમાતાના મહિમાનું વર્ણન:
વરદાન મળતાં જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી. ત્યાર બાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે. પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદમાતાના મહિમાનું વર્ણન છે

સ્કંદમાતાનો મહિમા
પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કન્દમાતા કે સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છ, જેમનું એક નામ છે સ્કંદ. અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદમાતાના નામે પૂજાય છે. દેવીને ચાર ભુજા છે. તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે. ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલા બાળ કાર્તિકેયને પકડેલા છે તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે. દેવીનું વાહન સિંહ છે. નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન-અર્ચન કરાય છે. દેવીને ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે, જેને લીધે તેમને ‘પદ્માસના દેવી’ પણ કહેવાય છે. દેવીનો વર્ણ શુભ્ર, સફેદ છે.

સ્કંદમાતાની કથા
દુર્ગાપૂજાના પાંચમા દિવસે દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેયની માતાની પૂજા થાય છે. કુમાર કાર્તિકેયને ગ્રંથોમાં સનત-કુમાર, સ્કંદકુમારના નામથી ઓળખવામાં આવે છે. માતા આ રૂપમાં પૂર્ણતઃ મમતા લૂંટાવતી જોવા મળે છે. માતા પોતાના બે હાથમાં કમળનાં ફૂલ ધારણ કરે છે અને એક હાથમાં ભગવાન સ્કંદ કે કુમાર કાર્તિકેયને ખોળામાં ધારણ કરે છે અને બીજા હાથેથી ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. સ્કંદમાતા જ હિમાલયની પુત્રી પાર્વતી છે, તેમને જ મહેશ્વરી અને ગૌરીના નામે ઓળખવામાં આવે છે. દેવી સ્કંદમાતા પર્વતરાજની પુત્રી હોવાથી પાર્વતી કહેવાય છે. મહાદેવની વામિની અર્થાત્ પત્ની હોવાથી મહેશ્વરી કહેવાય છે અને પોતાના ગૌરવર્ણને લીધે દેવી ગૌરીના નામથી પૂજવામાં આવે છે. માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે, આથી માતાને પોતાના પુત્રના નામની સાથે સંબોધિત કરવું સારું લાગે છે. જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમના પુત્રની જેમ જ સ્નેહ લૂંટાવે છે.

સ્કંદમાતાની પૂજાવિધિ
કુંડલિની જાગરણના ઉદ્દેશથી જે સાધકો દુર્ગા માતાની ઉપાસના કરી રહ્યા હોય તેમની માટે દુર્ગાપૂજાનો આ દિવસ વિશુદ્ધચક્રની સાધનાનો હોય છે. આ ચક્રને ભેદન કરવા માટે સાધકને પહેલા માતાની વિધિવત્ પૂજા કરવી જોઈએ. પૂજા માટે કુશ અથવા કામળાનું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ.

પાંચમા દિવસે માતાનો મંત્ર જાપ કરવો
“सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी.

આ મંત્રજાપ પછી પંચોપચાર વિધિથી દેવી સ્કંદમાતાની પૂજા કરો. નવરાત્રિની પાંચમી તિથિએ ભક્તો જન ઉદ્યંગ લલિતાનું વ્રત પણ રાખે છે. આ વ્રતને ફળદાયક ગણવામાં આવ્યું છે. જે ભક્ત દેવી સ્કંદમાતાની ભક્તિભાવ સહિત પૂજા કરે છે તેને દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. દેવીની કૃપાથી ભક્તની દરેક ઇચ્છા પૂરી થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આજના દિવસે દેવીની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે:સૂર્યમંડળની અધિષ્ઠાત્રી છે દેવી સ્કંદમાતા, સંતાનપ્રાપ્તિ માટે કરવામાં આવે છે વિશેષ પૂજા Read More »

Uncategorized

ભીલાડ તળાવ પાડામાં મહિલાની હત્યા નજીવી બાબતે આક્રોશમાં આવેલા પતિએ શરીરના ભાગે આડેધડ લાકડાના ફટકા મારી પત્ની ને મોતને ઘાટ ઉતારી

ઉમરગામ ભીલાડ તળાવ પાડા વિસ્તારમાં ગતરોજ રાત્રીના 12 કલાકના અરસામાં મહિલાની હત્યાની ઘટના બનવા પામી હતી. હત્યારા પતિ મહેશ ધીરુ વારલીએ પત્ની મીના બેન ઉમર વર્ષ 36 સાથે નજીવી બાબતે તકરાર ઉભી કરી આક્રોશમાં આવી લાકડાના બેરહમી પૂર્વક શરીરના ભાગે ફટકા મારી જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. શરીરના માથાના ભાગે તેમજ સાથળ અને આંખની બાજુએ મારેલા ફટકાના કારણે લોહી જામી જવા પામ્યું હતું. મીનાબેનની હાલત કટોકટી બની જવા પામી હતી અને પિયર પક્ષના સભ્યો આવે એ પહેલા સવારના 6 કલાકના સમયે કરુણ મોત થવા પામ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હત્યારા પતિ મહેશઅને હત્યાનો ભોગ બનનાર પત્ની મીનાબેન લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે ગયા હતા જ્યાં કાર્યક્રમ પટાવી મીનાબેન મહેશભાઈને છોડીને ઘરે એકલી આવી જતા તકરાર થવા પામી હતી. અને આ નજીવી તકરારમાં જીવલેણ હુમલો કરતા મીનાબેનનું કરુણ મોત થવા પામ્યું છે. મોતને ભેટનાર મીનાબેન ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની ફરિયાદ મહિલાના પિતા અમૃતભાઈ રઘિયાભાઈ વારલી રહે પાલીધુંયાએ ભિલાડ પોલીસ મથકે આપતા હત્યાનો ગુનો નથી પોલીસ તંત્રએ આગળની તપાસ હાથ ધરી છે.

Read More »

Uncategorized

ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ મયુરકુમાર શાંતિલાલ પારેખ 1 લાખ રૂપિયા ની લાચ લેતા રંગે હાથ ઝડપાયા.

થોડાક સમય પેહલા પણ એક શિક્ષણ અઘિકારી લાંચ લેતા ઝડપાયા હતા.

રિપોર્ટર રમેશ પરમાર

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી રત્નેશ્વર આશ્રમ શાળા પાનમ ખાતે ફરજ બજાવતા હતા અને તેઓએ આફવા પ્રાથમિકશાળા તા.ફતેપુરા જિ.દાહોદમાં બદલી થવા અરજી કાગળો કરેલ જે ફરીયાદીની આફવા પ્રાથમિકશાળા ખાતે બદલી હુકમ તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ આપેલ. જે કામે આરોપીએ ફરીયાદી પાસે પ્રથમ રૂ.૫,૦૦,૦૦૦/- ની માંગણી કરી રૂ.૪,૦૦,૦૦૦/- લેવા સંમત થયેલ અને રૂ.૨,૦૦,૦૦૦/- અગાઉ ફરીયાદી પાસે લઈ લીધેલ.આરોપી ફરીયાદી પાસે બાકીના લાંચના નાણાંની વારંવર ઉઘરાણી કરાવતા હોય ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આ અંગે ફરિયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી, સ્વીકારી સરકારી વાહનમાં મુકાવતા પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.વારમ વાર લચિયા અધિકારીઓ એસીબી ના છટકામાં ઝડપાઇ જતાં હોવા છતાં કોઈ પણ જાત ના ડર વિના બેફામ લાચની ની માગણીઓ કરવામાં આવી રહી છે. પરંતુ હવે લાગી રહ્યું છે કે દાહોદ માં જગૃતા આવી રહી છે.

ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ મયુરકુમાર શાંતિલાલ પારેખ 1 લાખ રૂપિયા ની લાચ લેતા રંગે હાથ ઝડપાયા. Read More »

Uncategorized

કચ્છ નું અંજારના સ્માર્ટ પોલીસ મથકના અધીકારીએ મીડિયા કર્મી સાથે પણ કર્યો આરોપી જેવો વહેવારસમગ્ર.

કચ્છ ના મીડિયા વિભાગ માં છવાયો આક્રોશ પોલીસ પોતાના પાપ નું ઠીકરું ફોડવાના ચક્કરમા કચ્છમાં અંજાર સ્માટ પોલીસ સ્ટેશન હકિકત જાણી ને રુવાટા ઉભી થઈ જાય એવી ધટનાપોલીસ અધીકારીએ વર્તન કર્યુ એનો વાડિયો પણ જનતા સામે આવશે જલ્દીઅંજાર પોલીસ સ્ટેશનમાં શું ચાલી રહ્યુ છે સ્માટ પોલીસ સ્ટેશન છે કે પછી? પછી આરોપીઓ માટે સુરક્ષા કક્ષ?આપણે બધા જાણીએ છીએ કે આપણા ગ્રુહ મંત્રી હર્ષ સંધવી સાહેબ કહેતા હોય છે સ્માટ પોલીસ સ્ટેશન પોલીસ પ્રજાનો મિત્ર છે પરતુ કચ્છના અંજાર મા એવી કઈ નથી ન્યાય માટે અરજદાર પોલીસ સ્ટેશન નો સહારો લેતા હોય છે પરતુ કેશમાં રસ લેવામા આવતો નથી ઉચ્ચ કક્ષાએ રજુઆર કરવામા આવે છે પરતુ ત્પા પણ ખોટી માહિતી આપવામા આવે છે કેમ શું અરજદાર હવે ન્યાય માટે કોર્ટના જ દરવાજા ખખડાવા પડશે કે શું કચ્છ માં અંજાર પોલીસ સ્ટેશનમાંથી અરજદાર ની આર.ટી.આઈ ગાયબ થઈ જાય ગળે ઉતરે એવુ નથી કોણ છે અધીકારી પાસે નિવેદન લખાવવા માટે જાય ત્યારે ત્યાના અધીકારી દ્રારા ક્રિમીનલ જેવુ મિડિયાના અધીકારી દ્રારા ખરાબ વર્તન કરવામા આવ્યુ (૧) મોબાઈલ જપ્ત કરવામા આવ્યો (૨) પંખો પણ ચાલુ કરવામા નઈ આવે (૩) અરજદાર ને કહેવામા આવ્યુ વાડિયો ઓડિયો વાયરલ કર્યા એના માટે એફ.આઈ.આર લોન્ચ કરવા માટે બધા ડોક્યુમેમ્ટ પણ રેડી કરી નાખ્યા (૪) જમવા પણ બારે નઈ જવા મળે મગાવી આપીએ (૫) અરજદાર દ્રારા કહેવામા આવ્યુ કે વાત કરવા દયો તો ના પાડી કોઈ થી વાત કરવી નથી ફોન નઈ મળે (૬) આશરે બે થી ત્રણ કલાક લગીન બેસાડી રાખવામા કેમ આવ્યો (૭) અધીકારી પાસે પોલીસ ના નંબર બેચની પ્લેટ પણ લગાડવામા નથી આવી કેમ ? નામ કેમ ખબર પડે ? અંજાર પોલીસ સ્ટેશન ના અધીકારીઓથી આવુ વર્તન કરવામા આવે છે તો જનતા ની શું હાલત હશે ક્રિમિનલ જેવુ વર્તન કેમ કરવામા આવ્યુ નિવેદન લખાવા માટે આવે તો આવુ વર્તન કરવામા આવે છે ને ત્યા ના અધીકારી દ્રારા એવુ પણ કહેવામા આવે છે આર.ટી.આઈ ગવરમેન્ટ ને બંધ કરી નાખવો જોઈએ સરકારી ખાતાને હેરાન અને પૈસા પડાવે માટે અમુક લોકો કરે છે અંજાર પોલીસ સ્ટેશન ના અધીકારીઓ ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કોર્ડમા ને સરકારી કાગળમાં તારીખ પણ બદલીને ખોટા કેશ કરવામા આવે છે. આર.ટી.આઈ અંજાર પોલીસ સ્ટેશન માથી ગાયબ થઈ જઈ જાય છે ને રેકોર્ડમાં બોલતી જ નથી તો એવા અધીકારી ઉપર તપાસ કરવાના બદલે અરજદાર સાથે આવુ વર્તન કરીને શું સાબીત કરવા માગે છે.કચ્છ ના મોટા મોટા સ્ટાર લઈને અધીકારી બેઠા છે જો અરજદાર ને ન્યાય ના અપાવી શકતા હોય તો આવા સ્ટાર નો કોઈ મતલબ નથી રહ્યો અધીકારીઓ કેમ રસ નથી લેતા શું સાબીત કરવા માગે છે અધીકારીઓ ને બચાવામા કોને છે રસ?કચ્છ ના અંજાર પોલીસ મથકના કમૅચારીઓ વિરુધ્ધ ગુનો દાખલ થાય તે માટે એવીડેન્સ વિડિયો રિકોર્ડિગ સાથે ઉચ્ચ કક્ષાના અધીકારીઓ ને મોકલવામા આવશે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ

કચ્છ નું અંજારના સ્માર્ટ પોલીસ મથકના અધીકારીએ મીડિયા કર્મી સાથે પણ કર્યો આરોપી જેવો વહેવારસમગ્ર. Read More »

Uncategorized

ઉમરગામ SANGHVI WOODS PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા સલામતી ખરેખર કેટલી છે

એહવાલ અનીસ શેખ

મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ

પોલ્યુશનકંટ્રોલ બોર્ડ પ્રદૂષણ મામલે સબ સલામત કહી હાથ ખંખેરતું રહ્યું છે. બીજીતરફ ઉમરગામ એસ્ટેટ ની SANGHVI WOODS PVT.L TD.કમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા સલામતી ખરેખર કેટલી છે તેની ચાડી ખાય રહ્યા છે. ધુમાડો શહેરની સંખ્યાબંધ મિલોમાં પ્રતિબંધિત કાર્બન ડસ્ટના ઉપયોગથી ફેલાય છે. ત્યારે જીપીસીબી આવા એકમો સામે કાર્યવાહી કરવામાં આળસુ સાબિત થઈ રહ્યું છે.

ઉમરગામ-સરીગામ  વિસ્તારમાં એવી ડાઇંગ મિલો  કેમિકલ મિલો  પ્રિંન્ટિંગ મિલોમાં થતા વાયુ પ્રદૂષણને અટકાવવા યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ  કરે તો આરોગ્ય માટે જોખમી ધુમાડો અટકાવી શકે છે.

જો કે, માટે જરૂરી સિસ્ટમ મુકવામાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઉપરાંત તેને એક્ટિવેટ કરવા દર મહિને લગભગ હજારો રૂપિયા સુધીના અન્ય ખર્ચના આવે છે, જેથી મિલમાલિકો નાણાં બચાવવાની પળોજણમાં બેફીકર થઈને સતત પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તેવી ચર્ચા પણ સાંભળવા મળી હતી.

જાણકારોના મતે મિલોના બોઇલરમાં ઓટો ફીડિંગ તેમજ ઓટો ફાયરિંગ સિસ્ટમ અને ચોક્કસ પ્રકારના બળતણનો વાપરવા જોઈએ. જ્યારે વાસ્તવિકતામાં કેટલીક મિલો સસ્તો કોલસો કે વેસ્ટનો બળતણ તરીકે ઉપયોગ કરતી હોય છે. બહારના દેશોમાંથી આરોગ્યના કારણોસર પ્રતિબંધિત કરવામાં આવેલો કોલસો કે ચુરી આપણા દેશમાં આરામથી પહોંચી જાય છે. જેનો બેફામ ઉપયોગ સ્થાનિક ઉદ્યોગો જોરશોરથી કરી રહ્યા છે. ઘણા કાર્બન ડસ્ટ કે વેસ્ટ ટાયરના કાર્બનની ચુરી મિક્સ કરી એનો પણ ઉપયોગ બળતણ તરીકે કરે છે. જોખમી ઉપયોગથી ભારે વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કમનસીબે જીપીસીબી પાસે મિલોએ પ્રદૂષણ નહીં થાય માટે કોઈ સિસ્ટમ એક્ટિવેટ છે કે નહીં, ચાલુ છે કે નહીં તે ધ્યાન આપવાનો સમય પણ નથી.

શહેરની ડાઇંગ. કેમિકલ મિલ અને પ્રિંન્ટિંગ મિલો તેમના બોઈલર પર અને ચીમનીઓ પાસે ડસ્ટ કલેક્ટર, બેગ ફિલ્ટર, વોટર સ્ક્રબર ઈક્વિપમેન્ટ યોગ્ય રીતે મૂકવામાં આવે તો ચીમનીઓમાંથી નીકળતા કાળા ધૂમાડા બંધ થઈ જશે સાથે બોઈલર માંથી ડસ્ટ કલેક્ટરમાં ભેગી થઈ જશે. જેથી હવામાં ડસ્ટ જશે નહીં, એવું તજજ્ઞોનું કહેવું છે.

એકતરફ જીપીસીબી શહેરમાં પ્રદૂષણ નાથવાના દાવા કરી રહ્યું છે ત્યારે ઉમરગામ-સરીગામ વિસ્તારમાં એવી અનેક કેમિકલ- અને અન્ય મિલો કે ફેક્તરીઓ છે જેમની ચીમની ભારે પ્રદૂષણ ફેલાવી રહી છે.

ઉમરગામ SANGHVI WOODS PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા સલામતી ખરેખર કેટલી છે Read More »

Uncategorized

કોરોમંડલ આંતરિક સુરક્ષા સતાહ સેલિબ્રશન 06 થી 11 ફેબ્રુઆરી 2023

આજ રોજ તા. ૧૩.૦ર.ર૦ર૩ સરીગામ ખાતે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ માં આંતરિક સુરક્ષા સપ્તાહઅંતર્ગત કાર્યક્રમ યોજાયેલ હતો, જેમાં શ્રી એન. કે. પટેલ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા શ્રી એન. આર. ચૌધરી, ફેક્ટરી ઇન્સ્પેક્ટરમુખ્ય અતિથિ તરીકે આવેલ હતા. આ કાર્યક્રમ અંતર્ગત કંપની ના અધીકારીયો શ્રી સંતોષસી. એચ, શ્રી પંકજ તલેગાંવકર, શ્રી નીલમ સોવંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. સેફટી વીક અંતર્ગત કંપની એવિવિધ સેફટી ના કાર્યક્રમ જેવા કે સેટી ક્વિઝ , સેફટી સ્લોગન , સેટી પોસ્ટર , કાયર ફાઈટિંગ ડિલ ,ટ્રેઇનિંગ્સ વિગેરે સેઠટી ને લગતા પ્રોગ્રામ પુરા સતતાહ આયોજિત કર્યા હતા. જેમાં ૪૦૦ થી પણ વધારેકર્મચારીઓ પ્રોગ્રામ માં ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તથા કંપની ના અધીકારીયો દ્વારાકર્મચારીઓને સેફટી પ્રતિ વધુ ને વધુ જાગૃતતા લાવી ફેક્ટરી માં સુરક્ષિત વાતાવરણ ઉભું કરવાના સતતપ્રયાસ કર્યા હતા. ૫૦ થી વધુ કર્મયારીઓને મુખ્ય અતિથિ તથા કંપની ના અધીકારીયો દ્વારા પ્રતિયોગિતામાં વિજેતા થવા બદલ ઇનામ વિંતરણ કરવામાં આવ્યું હતું.આ પુરા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કોરોમંડલ મેનેજમેન્ટ ના અધિકારીઓ નો અગત્યનો ફાળો રહ્યોહતો.

કોરોમંડલ આંતરિક સુરક્ષા સતાહ સેલિબ્રશન 06 થી 11 ફેબ્રુઆરી 2023 Read More »

Uncategorized

દાહોદ જિલ્લા નું રમત ગમત માં નામ રોશન કરનાર કિંમખેડા તાલુકા ના પરિવાર નું સન્માન

રિપોર્ટિંગ રમેશભાઈ પરમાર

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામ સમગ્ર દેશમાં રમત ગમત ક્ષેત્રે દાહોદ જિલ્લાનું નામ રોશન કરનાર કમળાબેન બારીઆનુ સન્માન કરવામાં આવ્યું.

યુવરાની એથ્લેટિક્સ સમિતિ 2023 દ્વારા આયોજિત 17 માં નેશનલ ઓપન એથ્લેટિક્સ અંતર્ગત રાજસ્થાન રાજ્યના અલવર મુકામે તા.06/02/2023 થી તા.07/02/2023 દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધામાં કમળાબેન સોમાભાઈ બારીઆ (ગામ.પાલ્લી તા.લીમખેડા જી.દાહોદ) એ 100 મીટર દોડ,200 મીટર દોડ, લાંબો કૂદકો, 5 કિલોમીટર દોડ, તથા 100×400 રિલે દોડમાં પ્રથમ ક્રમાંકે રહી કુલ 5 ગોલ્ડ મેડલ સાથે સમગ્ર દેશમાં ચેમ્પિયન બન્યા હતા.

કમળાબેન સોમાભાઈ બારીઆ નાં પુત્ર જિનેશભાઈ બારીઆએ પણ અંડર 9 માં 200 મીટર દોડમાં ભાગ લઈ સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ તથા લાંબા કુદકામાં દેશમાં તૃતીય નંબર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.કમળાબેન બારીઆ નાં પતિ સોમાભાઈ લાખાભાઈ બારીઆ કે જેઓ હાલ પોસ્ટ વિભાગ પીપલોદ શાખામાં નોકરી કરે છે,જેઓએ પણ 3 કિલોમીટર વોક સ્પર્ધામાં સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવેલ છે.

આમ,કમળાબેન સોમાભાઈ બારીઆના પરિવારે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં, દાહોદ જિલ્લાનુ પોતાના કોળી સમાજનું નામ રોશન કરતા,આજરોજ માનવતાની મહેક ફાઉન્ડેશન લીમખેડાની ટીમના સભ્યો,હોદ્દેદારો દ્વારા કમળાબેન સોમાભાઈ બારીઆની રૂબરૂ મુલાકાત કરીને પુષ્પગુચ્છ આપી,પુસ્તકથી સન્માનિત કરી ખૂબ,ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

દાહોદ જિલ્લા નું રમત ગમત માં નામ રોશન કરનાર કિંમખેડા તાલુકા ના પરિવાર નું સન્માન Read More »

Uncategorized

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ : ભરતસિંહ ઠાકોર અરવલ્લી દિવ્ય

પરમગુરૂ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રીની અસીમ કૃપાથી ગુરુદેવ અનંત વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠ સારસાના પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજને ભારત વર્ષના ધર્મચાર્યો દ્વારા જગતગુરુ પદે અભિષિક્ત કરવામાં આવતા મહારાજશ્રીની જન્મભૂમિ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામે સત્કાર સન્માન સમારોહનું અને સીસી રોડના શિલાન્યાસનુ તારીખ ૧૨-૨-૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર,પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, માનસિંગ ચૌહાણ અને કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીના ઉપસ્થિત રહેનાર છે. હઠીપુરા સેવા સહકારી મંડળીના પ્રાંગણમાં યોજાનાર કાર્યક્રમમાં સવારે ૯-૦૦ કલાક થી જગતગુરુ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજની શોભાયાત્રા, પરમગુરૂ ચરણ પાદુકા પૂજન, મહારાજશ્રીનું સન્માન, મહારાજ શ્રીના આશિર્વચન અને સીસી રોડનું શિલાન્યાસ કરવામાં આવનાર છે.હઠીપુરા ગામના અગ્રણી શ્રી વિક્રમભાઈ જશુભાઈ પટેલ અને ગ્રામજનો દ્વારા સૌ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આ ભૂમિના પનોતા પુત્ર પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજના આશીર્વાદ અને આશિર્વચનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે Read More »

Uncategorized આઈપીએલ એસ્ટ્રો ઓટો ક્રિકેટ

જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ”અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજયો

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી

તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી,ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની શ્રીમતી પી.કે.ફણસે વિદ્યાલય ખાતે એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા માદક અને નશીલા પદાર્થો/દ્રવ્યો દ્વારા થતાં નુકસાનો, તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી. વ્યસનથી થતાં નુકસાનો અંગેના બેનરો પ્રદર્શિત કરી રેલી કાઢવામાં આવી.જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ વી. બિહોલા, સુરક્ષા અધિકારીશ્રી અજીતસિંહ રાઠોડ (સંસ્થાકીય સંભાળ), શાળાના આચાર્યશ્રી જયદીપસિંહ ભાટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ”અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજયો Read More »

Uncategorized